વડોદરા : બાપોદની ધનલક્ષ્મી સોસાયટીમાંથી ત્યજેલું મૃત બાળક મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

Update: 2023-07-04 11:43 GMT

વડોદરા શહેરના બાપોદ વિસ્તારની સોસાયટીમાંથી એક ડ્રમમાં ત્યજેલું બાળક મળી આવ્યું હતું. જોકે, આ બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના બાપોદ વિસ્તારની ધનલક્ષ્મી સોસાયટીમાં આવેલ વંદના સ્કૂલ નજીકથી એક ડ્રમમાં ત્યજેલું બાળક મળી આવ્યું હતું. જોકે, આ બાળક મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી હતી.

તો બીજી તરફ, સ્થાનિકોએ બાળકને ત્યજનાર નિષ્ઠુર જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, સવારે 6 વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું બાળક ડ્રમમાં જોવા મળતા લોકોના ટોળાં વળ્યા હતા. અત્રે મહત્વનું છે કે, પોલીસે મૃત બાળકનો કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ નવજાત બાળકને કોણ ક્યારે મુકી ગયુ અને જીવતા બાળકને મુકી ગયા બાદ મૃત્યુ પામ્યું તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News