વડોદરા : રાજમહેલ રોડ પર ટ્રેલર ઝાડ સાથે ભટકાતા અકસ્માત, કન્ટેનર સરકીને રસ્તા પર પડતાં 3 લોકોને ગંભીર ઇજા...

રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર પડવાની ઘટના સામે આવી છે.

Update: 2023-08-19 11:35 GMT

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક ભારદારી વાહન કન્ટેનર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકી રસ્તા પર પડવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બાઇક પર જઇ રહેલા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે.

વડોદરા શહેર તથા જિલ્લામાં ભારદારી વાહનોને કારણે અકસ્માતની ઘટનાઓ કોઇ નવી વાત નથી. અગાઉ જિલ્લામાં પોલીસકર્મીએ પણ જીવ ગુમાવ્યો હતો. છતાં ભારદારી વાહનોની સમસ્યાનો કોઇ અંત નથી, ત્યારે આજે વધુ એક ચિંતાનજક ઘટના સામે આવી છે. વડોદરાના અતિવ્યસ્ત રહેતા રાજમહેલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજમહેલ રોડ પર ઘટાદાર વૃક્ષો આવેલા છે, અને આ રોડ દિવસભર સતત વાહનોથી વ્યસ્ત રહે છે, ત્યારે આજે બપોરે રાજમહેલ રોડ પર દાંડિયાબજાર ચાર રસ્તા નજીક કોઠી તરફ જતા એક કન્ટેનર પસાર થઇ રહ્યું હતું. તે સમયે ટ્રેલર ઝાડ સાથે ભટકાતા ટ્રેલરમાંથી કન્ટેનર સરકીને રસ્તા પર પડ્યું હતું.

જોકે, ઘડાકાભેર થયેલી ઘટનાના પગલે સૌકોઇ દહેશતમાં આવી ગયા હતા. ટ્રેલર સરકીને રસ્તા પર પડતા પાછળથી બાઇક પર આવતા 3 લોકો પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા. જે પૈકી એક વ્યક્તિનો પગ અતિગંભીર રીતે ચગદાયો હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ DCP, સ્થાનિક કોર્પોરેટર તથા ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

Tags:    

Similar News