વડોદરા : હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં અશોક જૈનની ધરપકડ, પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાશે

Update: 2021-10-08 11:47 GMT

વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની પાલિતાણાથી ધરપકડ કરવામાં આવ્યાં બાદ તેનો કોરોનાનો ટેસ્ટ કરાવાયો હતો. કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતાં તેની ધરપકડ કરાય છે. બીજી તરફ અશોક જૈનને પોટેન્સી ટેસ્ટ માટે હવે અમદાવાદ લઇ જવામાં આવશે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં હરિયાણાની યુવતીએ જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ અશોક જૈન અને મહાકાળી મંદિર ટ્રસ્ટના પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ બાદ બંને આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. પોલીસે આરોપી રાજુ ભટ્ટને જુનાગઢ ખાતેથી ઝડપી પાડી તેના છ દીવસના રીમાન્ડ મેળવ્યાં હતાં. રીમાન્ડ દરમિયાન રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારી કબુલાત કરી છે. આ અગાઉ પોલીસે હારમોની હોટલના માલિક કાનજી મોકરીયાની ધરપકડ કરી હતી. કાનજી મોકરીયાની ધરપકડના ગણતરીના કલાકોમાં જ રાજુ ભટ્ટ ઝડપાય ગયો હતો.

અશોક જૈન પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો અને તેણે વડોદરાની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. બીજી તરફ અશોક જૈન તેના ભત્રીજા સાથે સંપર્કમાં હોવાનું બહાર આવતાં પોલીસે તેના ભત્રીજાની કડકાઇથી પુછપરછ કરતાં અશોક જૈન પણ પાલિતાણાથી ઝડપાય ગયો હતો. અશોક જૈનને વડોદરા ક્રાઇમ બ્રાંચની કચેરી ખાતે લવાયો હતો જયાં તેની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરાય છે. અશોક જૈનને મેડીકલ તપાસ માટે ગૌત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. 3 કલાકની જહેમત બાદ પણ અશોક જૈનના વીર્યના નમુના નહિ મળતાં હવે તેને પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ ખાતે લઇ જવામાં આવશે. બીજી તરફ આ કેસમા઼ સાહેદ અને પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ બુટલેર અલ્પુ સિંધીને ગુડગાવથી તેના સાગરિત સાથે ઝડપી લેવાયો છે.

Tags:    

Similar News