વડોદરા : કેમિકલ સંગ્રહખોરીનું કૌભાંડનો પર્દાફાશ, રણોલી GIDCમાંથી LCB પોલીસે કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કર્યા

રણોલી GIDC વિસ્તારમાંથી પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન પર શહેર પોલીસ તંત્રના ઝોન-1 LCB પોલીસે દરોડો પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

Update: 2022-08-04 09:36 GMT

વડોદરા શહેર નજીક રણોલી GIDC વિસ્તારમાંથી પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન પર શહેર પોલીસ તંત્રના ઝોન-1 LCB પોલીસે દરોડો પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

સમગ્ર રાજ્યમાં તાજેતરના લઠ્ઠાકાંડ બાદ કેમિકલ ગોડાઉન પર પોલીસે નજર રાખવાનું શરૂ કર્યું છે, ત્યારે વડોદરા શહેર નજીક રણોલી ખાતેથી કેમિકલ સંગ્રહખોરીનું કૌભાંડ ઝડપાતા કેમિકલ કૌભાડીઓમાં ફફડાટ ફેલાયો છે. ઘટના સ્થળેથી પકડાયેલો તમામ મુદ્દામાલ જવાહર નગર પોલીસને સુપ્રત કરવાની કામગીરી શરૂ કરાય છે, જ્યારે કેમિકલ ગોડાઉન ચલાવનારાઓની પોલીસે તપાસ આદરી છે. તેવામાં રણોલી GIDC વિસ્તારમાંથી પીપડા ધોવાની આડમાં ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉનમાંથી પોલીસે કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહીં, છેલ્લા 5 વર્ષથી જીપીસીબીની ધ્યાન બહાર કાળો કારોબાર ચાલતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, ત્યારે વગર પરવાનગીએ ધમધમતા કેમિકલ સંગ્રહખોરીના ગોડાઉન અંગે જીપીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Tags:    

Similar News