વડોદરા: નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં કામદારનું બેદરકારીના કારણે મોત,પોલીસે તપાસ શરૂ કરી

નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.

Update: 2023-12-15 09:50 GMT

વડોદરના નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં સુદકેમી કંપની આવેલી છે. જે કંપનીના એક પ્લાન્ટ માંથી બીજા પ્લાન્ટમાં ખૂબ જ વજનદાર લોખંડનો બોઇલર જેવો પાર્ટ ક્રેઇન મારફતે શિફ્ટ કરી રહ્યા હતા. આ કામગીરીમાં સેફટીને ધ્યાને રાખીને કોઈ ટ્રેલર કે ટ્રકનો ઉપયોગ કરવો જોઈએ, તેના બદલે ક્રેઇન પર બાંધીને લટકતી હાલતમાં એક પ્લાન્ટ માંથી કાઢીને રોડ પર જોખમી રીતે લટકવીને લઈ જવામાં આવતો હતો.જે દરમિયાન ક્રેઇન પર લટકતી હેવી ટાંકીનો બેલ્ટ તૂટી પડતા ટાંકી નીચે આવી જતા એક કર્મચારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મારનાર શરીફખાન પ્યારાસાહેબ રાઠોડ સુદકેમી કંપનીમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જ્યારે નંદેસરી પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News