વડોદરા : રામનવમીએ નીકળેલી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર 23 લોકોની અટકાયત..!

શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

Update: 2023-03-31 09:20 GMT

રામનવમીના દિવસે વડોદરા શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 500 લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર રાત્રિ દરમ્યાન હાથ ધરાયેલા કોમ્બિંગમાં 23 લોકોની અટકાયત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ભગવાન રામજીની શોભાયાત્રા પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ફતેપુરા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લામાં પથ્થરમારો થયો હતો. તેના માત્ર 4 કલાક બાદ ફતેપુરાના કુંભારવાડામાંથી નીકળેલી બીજી શોભાયાત્રા પર ફરીથી સાંજે 5:42 કલાકે પથ્થરમારો શરૂ થયો હતો. કુંભારવાડામાંથી 5:38 કલાકે શોભાયાત્રા નીકળી હતી, અને માત્ર 4 મિનિટમાં જ શોભાયાત્રા પર પથ્થરોનો વરસાદ શરૂ થઈ ગયો હતો.

પહેલી શોભાયાત્રા પછી બીજી શોભાયાત્રા પર પથ્થરમારો થયો તે ફૂલ પ્રુફ પ્લાનિંગ સાથે થયો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે, ત્યારે આ મામલે વડોદરા જિલ્લા પોલીસે સમગ્ર રાત્રિ દરમ્યાન પથ્થરમારો થયેલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં 23 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ શખ્સોની પૂછપરછમાં વધુ 22 લોકોના નામ પણ સામે આવ્યા છે, ત્યારે હાલ તો પોલીસે 500 લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ વડોદરા શહેર તથા જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પોલીસ સજ્જ થઈ છે.

Tags:    

Similar News