વડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું...

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામ નજીકથી ગુજરાત ATSએ ડ્રગ્સ બનાવવાની આખેયાખી કેકટરી ઝડપી પાડી છે.

Update: 2022-08-16 12:29 GMT

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામ નજીકથી ગુજરાત ATSએ ડ્રગ્સ બનાવવાની આખેયાખી કેકટરી ઝડપી પાડી છે. કરોડો રૂપિયાના MD ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા આ મામલાની ફોરેન્સીક તપાસ કરવામાં રહી છે.

વડોદરા જિલ્લો મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું નામ અને સ્થાન ધરાવે છે. તેવામાં સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ કેમીકલ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરી શરૂ થતા સ્થાનિકોને રોજગાર મળે તેવી આશા હતી. પરંતુ બાંધકામ સાથે તૈયાર થયેલી આ ફેક્ટરીમાં કેમીકલ નહીં પરંતુ દેશની નસલને બરબાદ કરતા MD ડ્રગ્સની લેબોરેટરી ધમધમતી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત ATSની રેડ કરતાં સ્થળ પરથી અંદાજીત રૂ. 1 હજાર કરોડનું MD ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે, આ ડ્રગ્સનો જથ્થો 200 કિલો ગ્રામ હોવાની પણ વિગતો બહાર છે. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા આ મામલાની ફોરેન્સીક તપાસ કરવામાં રહી છે. જે બાદ આ ડ્રગ્સની ચોક્કસ કિંમત કેટલી છે, તે જાણી શકાશે. હાલ પોલીસ દ્વારા આ પ્રકારણમાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, વડોદરા નજીકથી આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સ પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

Tags:    

Similar News