વડોદરા:રસ્તાઓ પરથી દૂર થશે ઈંડા અને નોનવેજની લારી,વાંચો તંત્રએ શું લીધો નિર્ણય

ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ રાખવાના આદેશનું ફરમાન કરવામાં આવ્યું છે.

Update: 2021-11-11 13:00 GMT

વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમનની કાલે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ રાખવાના આદેશનું ફરમાન કરવામાં આવ્યું છે.રાજકોટ બાદ વડોદરા મનપાએ પણ આ નિર્ણય કરતાં 10 દિવસમાં નોનવેજ,ઇંડાની ખાણીપીણીની લારીઓ હટાવવી પડશે.

આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને આદેશ આપી દીધા છે. ટ્રાફિક અને આસ્થાના વિષયનું કારણ આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગઈકાલે રાજકોટ તંત્ર દ્વારા જાહેર માર્ગો પર ઉભી રહેતી ઇંડાની લારીઓ તેમજ નોનવેજની લારી પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં DCP સહિતનો પોલીસ કાફલો લારીઓ હટાવવાના કામે લાગ્યો હતો. ફૂલછાબ ચોક, શાસ્ત્રીનગર સહિતના અનેક વિસ્તારોમાં લારીઓને જપ્ત કરવામાં આવી હતી. પણ ખાવાના રસિકોએ મનપાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અને લારી વાળાઓ યોગ્ય વ્યવસ્થા કરી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News