વડોદરા : ફતેગંજ વિસ્તારમાંથી રૂ. 4.50 લાખના હેરોઇન સાથે કેરિયર ઝડપાયો...

ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર કરતા એક કેરિયરને એસોજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-11-04 07:53 GMT

વડોદરામાં ફેલાયેલા ડ્રગ્સ કારોબારના નેટવર્કનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનો કારોબાર કરતા એક કેરિયરને એસોજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ફતેગજ વિસ્તારના સામ્રાજ્ય ફ્લેટમાં રહેતો અમરીક સિંગ ઉર્ફે સોનુ સરવનસિંગ મલ્હી નશીલા દ્રવ્યોનો મોટો કારોબાર કરતો હોવાની વિગતો મળતા એસઓજીના પીઆઈ એસ.ડી.રાતડા અને ટીમે દરોડો પાડયો હતો. પોલીસને રૂમમાંથી રૂ 4.31 લાખની કિંમતનું હેરોઈન (ચિટ્ટા) મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કેરિયરના 2 મોબાઈલ તેમજ રોકડા રૂ. 18 હજાર કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન અમરીક સિંગ દ્વારા ડ્રગ્સનો જથ્થો સચદેવ ખાલસા પંજાબી પાસે મેળવતો હોવાની વિગતો ખુલતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News