વડોદરા: નંદેસરી GIDCની ફાર્મા કંપનીમાં ગેસ ગળતર, ચાર કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

વડોદરાની નંદેશરી જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે

Update: 2023-12-26 06:28 GMT

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ અલીન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર જેટલા કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાની નંદેશરી જીઆઇડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે.ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.નંદેશરીમાં આવેલ અલીન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતાં ચાર જેટલા કામદારોને અસર પહોંચી હતી.બનાવ અંગે નંદેસરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે

Tags:    

Similar News