વડોદરા : હર ઘર તિરંગા અભિયાન, કંદોઈઓએ તિરંગા રંગની મીઠાઈ બનાવી અભિયાનમાં આપ્યું પોતાનું યોગદાન

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા મીઠાઈની માંગ, તિરંગા કલરમાં બરફી અને કેકે આકર્ષણ જમાવ્યું

Update: 2022-08-03 07:23 GMT

વડોદરા શહેરની સ્વીટની દુકાનોમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે હર ઘર તિરંગા અભિયાનમાં પોતાનું યોગદાન આપવા કંદોઇએ તિરંગાવાળી મીઠાઈ બનાવી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આહ્વાન કર્યું છે. દેશના સ્વાભિમાન, આશા અને આકાંક્ષાઓ રજૂ કરતા તિરંગો ફરકાવો એ હર દેશવાસી માટે ગૌરવ સમાન છે. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેરના કંદોઈ દ્વારા પણ તિરંગા વાળી મીઠાઈ બનાવી અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તિરંગાવાળી બરફી, પેંડા માવાની બરફી, કેક જેવી વસ્તુઓ વડોદરા શહેરની સ્વીટની દુકાનોમાં જોવા મળી રહ્યું છે. તદુપરાંત શહેરીજનો પણ તિરંગા વાળી મીઠાઈની માંગ કરી રહ્યા છે. નવલ બુમિયાએ જણાવ્યું કે, તિરંગા મીઠાઈમાં ખાસ કેસરી માટે ઓરેન્જ ફ્લેવર, સફેદ માટે વેનીલા ફ્લેવર, તથા લીલા માટે પિસ્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હાલમાં ભાવમાં કોઈ ફરક નથી પરંતુ આવનારા 15 ઓગસ્ટ સુધીમાં સમયમાં મીઠાઈઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમ જેમ માંગ વધશે એ પ્રમાણે મીઠાઈ બનાવવામાં આવશે.

Tags:    

Similar News