વડોદરા : પાણીજન્ય રોગચાળો વધતા મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓ માટે ટ્રેનિંગ સેમિનાર યોજાયો…

મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય.

Update: 2023-07-20 11:21 GMT

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે પાણીપુરીના વિક્રેતાઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં પાણીપુરી માટે કેવું પાણી અને કેવી સામગ્રી ઉપયોગમાં લેવી જોઈએ તે અંગે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર પાણીપુરીના વિક્રેતાઓને સમજ આપવામાં આવી હતી.

વડોદરા શહેર તથા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો વધતા તંત્ર હરકતમાં આવ્યું હતું. જે બાદ મહાનગરપાલિકા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. સતત 3 દિવસથી પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. 

આ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓ માટે ખાસ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી પાણીપુરીના 500 જેટલા વિક્રેતાઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, અને લોકોને કઈ પ્રકારનો આહાર આપવો, ઉપરાંત પાણીપુરીમાં કઈ પ્રકારની સામગ્રી વાપરવી અને કઈ પ્રકારનું પાણી વાપરવું, જે લોકોને નુકસાન ન પહોંચાડે તે કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સમગ્ર માહિતી આપવામાં આવનાર છે.

આ સેમિનારમાં શહેરના વિવિધ વિસ્તારના પાણીપુરીના વિક્રેતાઓએ ભાગ તંત્રની કામગીરીને બિરદાવી હતી.

Tags:    

Similar News