વડોદરા: લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોરોએ મહિલાના નામ સાથે બીભત્સ મેસેજ લખી વાઈરલ કર્યો,પોલીસે ફરિયાદ દાખલ કરી

મહિલાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના માધ્યમથી મહિલાની જાણ બહાર લોન આપી હતી.

Update: 2022-05-14 09:25 GMT

વડોદરાના મહિલાના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં લોન આપતી ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના માધ્યમથી મહિલાની જાણ બહાર લોન આપી હતી. જે બાદ મહિલાને વ્યાજ સાથે રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આખરે મહિલાના મોબાઇલ નંબર સાથે બિભત્સ લખાણ લખીને સગા સંબંધીઓનો મોકલવામાં આવ્યા હતા. આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા મહિલાને સાયબર માફિયાઓનો કડવો અનુભવ થયો છે. મહિલાએ સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, અગાઉ 21 એપ્રીલ, 22 થી 13 મે, 22 દરમિયાન અજાણ્યા ઇસમે મહિલાની જાણ બહાર તેઓના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂપિયા 1,950 ની લોન આપી હતી. આ લોન ઇન્સ્ટન્ટ લોન તથા હેલ્લો રૂપિ લોન મોબાઇલ એપ્લીકેશન મારફતે લેવામાં આવી હતી. જે બાદ મહિલાને અલગ અલગ નંબર પરથી વ્યાજ સાથે રૂપિયા 3 હજાર ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું.

વડોદરા: લોનનું ઊંચુ વ્યાજ ન ભર્યું તો વ્યાજખોરોએ મહિલાના નામ સાથે બીભત્સ મેસેજ લખી વાઈરલ કર્યો,પોલીસે ફરિયાદ દાખલ કરી

જે બાદ તો સાયબર માફિયાઓએ તમામ હદ વટાવીને મહિલાના નામે બીભત્સ મેસેજ લખીને મહિલાના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ નંબરોને વોટ્સએપના મારફતે મોકલી આપ્યા હતા. જેને કારણે મહિલા ચોંકી ઉઠી હતી. સાયબર માફિયા આટલેથી નહિ અટકતા મહિલાની દિકરીના મોર્ફ ફોટો વાયરલ કરવાની ધમકીઓ પણ આપતા હતા. માનસીક હેરાન મહિલાએ સમાજમાં બદનામ કરતી લોન આપનાર એપ્લીકેશન હેલ્લો રૂપિ લોન, તથા ઇન્સ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા મોબાઇલ નંબર ધારકો સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News