વડોદરા: ગરબા મહોત્સવમાં દિવ્યાંગો મનમૂકીને ગરબા રમ્યા,દિવ્યાંગ કમાએ આકર્ષણ જમાવ્યું

વડોદરામાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દિવ્યાંગો મનમૂકીને ગરબે ઘૂમયા હતા.

Update: 2023-10-27 06:11 GMT

વડોદરામાં દિવ્યાંગો માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં દિવ્યાંગો મનમૂકીને ગરબે ઘૂમયા હતા.

વડોદરા શ્રી સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી દિવ્યાંગો માટે નવરાત્રી બાદ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગો માટે આયોજીત ગરબામાં મોટી સંખ્યામાં દિવ્યાંગો મનમૂકીને ગરબા રમ્યા હતા. અને પોતાની ગરબા રમવાની ઇચ્છા પૂર્ણ કરી હતી. આ ગરબા મહોત્સવમાં સેલિબ્રીટ બનેલ દિવ્યાંગ કમો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.કમાએ પૂર્વ કાઉન્સિલર અને આયોજક રાજેશ આયરે સાથે દાંડીયા રાસની જમાવટ કરી હતી.મ્યુઝીક એકેડમીક ગૃપના ગાયક હિરલ જોષીના કંઠે ગવાયેલા કર્ણપ્રિય ગરબાના સૂરે અને સંગીતના સૂરના તાલે દિવ્યાંગો પોતાના મિત્ર સમી વ્હિલચેર, ઘોડી જેવા સાધનોના સહારે મનમૂકીને ગરબા રમ્યા હતા.

Tags:    

Similar News