વડોદરા: ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, પોલીસકર્મીઓએ લીધો ભાગ

વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2023-12-15 07:56 GMT

વડોદરા શહેર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા ઇન્ટર સ્ટેટ ટી-20 પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આજથી લઈને 20 ડિસેમ્બર 2023 સુધી વડોદરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ ટી ટ્વેન્ટી પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવા આવ્યું છે જેમાં ગુજરાત પોલીસની બે ટીમની સાથે ચંડીગઢ, આઈ.બી., દમણ-દિવ, ગોવા, પુડુચેરી, RAF રાજ્ય/UT પોલીસ તેમજ CAPF ની ટીમો ભાગ લઈ રહી છે.આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના IPS વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર IPS અનુપમસિંહ ગહલૌત,વડોદરાના એસ.આર.પી.એફ, ગૃપ-ના સેનાપતિ IPS રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પંચમહાલના નાયક પોલીસ મહાનિરિક્ષક IPS રાજેન્દ્ અસારી વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.તારીખ 20 મી ડિસેમ્બરે વડોદરાના એસઆરપીએફ ગ્રુપ - 9 ના ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ રમાશે.

Tags:    

Similar News