વડોદરા : પોલીસની ઉપરાછાપરી "રેડ" છતાં દારૂની રેલમછેલ, પદમલાના મકાનમાંથી દારૂની બોટલો મળી...

બોટાદના તાજેતરના લઠ્ઠાકાંડ તેમજ વડોદરામાં અગાઉ 200થી વધુ લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડના બનાવને પગલે વડોદરા પોલીસ દ્વારા દારૂ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે,

Update: 2022-08-17 08:32 GMT

બોટાદના તાજેતરના લઠ્ઠાકાંડ તેમજ વડોદરામાં અગાઉ 200થી વધુ લોકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડના બનાવને પગલે વડોદરા પોલીસ દ્વારા દારૂ માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, તેમ છતાં હજી દારૂની રેલમછેલ થઈ રહી છે. વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમજ લાખોની કિંમતનો દારૂ પકડવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં હજી પણ દારૂ બિન્દાસ્ત મળી રહ્યો છે.

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પદમલા ખાતે એક મકાનમાં દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. પોલીસને જોઈ એક ભાગવા ગયો હતો, પરંતુ તેને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે મકાનમાં તપાસ કરતા દારૂની બોટલ ભરેલા 3 થેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ 26 હજારની કિંમતની દારૂની 154 નંગ બોટલ કબજે કરી એક ઈસમની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો નજીકમાં રહેતા એક વ્યક્તિ પાસેથી મેળવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News