વડોદરા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કહયું : તમારા કોઇ પણ કામ બાકી હોય તો કહેજો

વડોદરામાં ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ કરી હતી.

Update: 2021-10-17 13:22 GMT

વડોદરામાં ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ કરી હતી. તેમણે ટ્રાફિક ચેમ્પ અભિયાન ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. ગૃહમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાની બે બાજુ સમાન છે. નાગરિકો માટે બંદોબસ્તની કલ્પના જુદી હોય શકે છે પણ પોલીસ માટે તે જનતાની સુરક્ષા માટે અને તેની ફરજના ભાગરૂપ હોય છે. કોઈપણ કેસનો ઝડપી નિકાલ થાય તે માટે પોલીસ હમેંશા તત્પર હોય છે.

કોરોના સમયે હોસ્પિટલ પર વ્યવસ્થા જળવાઈ રહે તેવું કાર્ય પણ પોલીસે કર્યુ હતું. હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નરને મંચ પરથી કહયું હતું કે, વડોદરા પોલીસના જે પણ કઇ કામો પેન્ડીંગ હોય તે સંસદસભ્યો અને ધારાસભ્યો મારફતે મારા સુધી મોકલાવી દેજો હું તમારા કામ કરવા માટે જ ગાંધીનગરમાં બેઠો છે. વધુ તેમણે વડોદરા પોલીસની કામગીરીને બિરદાવી હતી.ડ્રગ્સ અવરનેસ માટે રાજયમાં થતાં કાર્યો વિશે માહિતી આપી તેમણે કહ્યુ કે, ૭૨ કલાક સુધી કાર્યરત રહી રાજયમાં આવતો ડ્રગ્સનો જથ્થો રોકી શકાયો. માત્ર ચાર દિવસમાં ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી કરી રાજય સરકારે બાતમીદારને લાભાન્વિત કરવા સાથે રાજયના યુવાધનને નશા તરફ ધકેલાતા રોકવા તરફનું વધુ એક કદમ છે.

Tags:    

Similar News