વડોદરા : MSU-ફાઈન આર્ટ્સ વિભાગ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું, ચિત્રમાં PM મોદીને વિશ્વકર્માના રૂપમાં દર્શાવાતા વિવાદ..!

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-08-06 08:50 GMT

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ચિત્રમાં PM મોદીને ભગવાન વિશ્વકર્માના રૂપમાં દર્શાવાતા એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી હતી.

સંસ્કારી નગરી વડોદરામાં પોતાની આગવી ઓળખ ધરાવતી એમ.એસ.યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે વિવાદો વચ્ચે પણ યુનિવર્સીટીના ફાઈન આર્ટ્સ વિભાગમાં નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભોપાલના ચિત્ર કલાકાર રાજ સૈની દ્વારા Modi@20 વિષય અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અવનવા અને આકર્ષક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.

જોકે, નેશનલ એકઝીબિશન ઓફ પેન્ટિંગ એક્સિબિશનમાં રાખવામાં આવેલ એક ચિત્રમાં PM મોદીને ભગવાન વિશ્વકર્માના રૂપમાં દર્શાવવામાં આવતા એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે. તો બીજી તરફ, આ ચિત્રને લઈને વધુ વિવાદ ન સર્જાય તે પહેલા જ ચિત્રને હટાવી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

Tags:    

Similar News