વડોદરા : દશેરા પર્વે 55 ફૂટ ઊંચા રાવણનું કરાશે "દહન", ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા તૈયારીઓને આખરી ઓપ...

વડોદરા શહેરમાં છેલ્લા 42 વર્ષથી દશેરાના પાવન પર્વની ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે

Update: 2022-10-03 09:39 GMT

વડોદરા ખાતે દશેરા પર્વની ઉજવણી નિમિત્તે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાવણ દહનના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં છેલ્લા 42 વર્ષથી દશેરાના પાવન પર્વની ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઉત્તર ભારતમાં જેમ નવરાત્રીમાં 11 દિવસનો કાર્યક્રમ યોજાય છે. પરંતુ તે ગુજરાતમાં શક્ય ન હોય,

માટે ઉત્તર ભારતના ફરજ પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ અહીં પોતાના બાળકોને સંસ્કૃતની સમજ મળી રહે તે માટે 1981ની સાલથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આગરા ખાતેથી આવેલા 24 જેટલા કારીગરો દ્વારા આ વર્ષે માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં 55 ફૂટ ઊંચા રાવણ, કુંભકર્ણ અને મેઘરાજના પૂતળા તૈયાર કરવામાં આવ્યા છે. નોમના દિવસે રાવળ દહનના કાર્યક્રમને નિહાળવા અંદાજે 2 લાખ જેટલી જનમેદનની ઉમટી પડતી હોય છે, ત્યારે હાલ ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News