વડોદરા : ગણેશ નગર ખાતે વર્ષોથી લોકો પાયાની સુવિધાથી વંચિત, ગંદકીના કારણે રોગચાળાનો ભય

વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ ગણેશ નગર ખાતે રોડ રસ્તા ,સ્ટ્રીટ લાઇટ અને ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ displeasureદર્શાવી સમસ્યાના વહેલી તકે નિરાકરણની માંગ કરી હતી.

Update: 2022-07-27 06:15 GMT

વડોદરા શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ ગણેશ નગર ખાતે રોડ રસ્તા ,સ્ટ્રીટ લાઇટ અને ગંદકીની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી સમસ્યાના વહેલી તકે નિરાકરણની માંગ કરી હતી.

વડોદરા શહેરના સમા છાણી કેનાલ રોડ ટીપી 46માં સમાવિષ્ટ ગણેશ નગર ખાતે વર્ષોથી રસ્તાની સમસ્યા છે. સારો રસ્તો ન હોવાથી ભારધારી વાહનો પ્રવેશી શકતા નથી. સ્ટ્રીટ લાઈટના પણ ધાંધિયા છે. ચારે તરફ ગંદકી અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ સમસ્યા વચ્ચે અમે જીવન ગુજારી રહ્યા છે. હવે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ. કારણ કે ગંદકીના કારણે રોગચાળાનો ભય સતાવે છે. સાથે ગેસ ટેમ્પો જેવા ભરદારી વાહનો સોસાયટીમાં પ્રવેશી ન શકતા ગૃહિણીઓને મુશ્કેલી પડે છે. આ અંગે અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ આવતા નથી. સત્તાપક્ષ વિપક્ષ એકબીજા ઉપર કામગીરી ઢોળી રહ્યું છે. સ્વચ્છતા રોગચાળાની કામગીરી અહીં માત્ર કાગળ પર છે. ખરેખર અધિકારી પદાધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. આમ વર્ષોથી રસ્તાની સુવિધાથી વંચિત લોકોએ વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે

Tags:    

Similar News