વડોદરા : બિલ ન ભરતા ખાનગી હોસ્પિટલે પરિવારને બાળકનો મૃતદેહ ન આપ્યો, મચ્યો ભારે હોબાળો..!

શહેરમાં ખાનગી હોસ્પિટલે રૂ. 3.98 લાખ બિલ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

Update: 2024-02-14 09:11 GMT

વડોદરા શહેરમાં ખાનગી હોસ્પિટલે રૂ. 3.98 લાખ બિલ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપતા પરિવારે આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાંથી ખાનગી હોસ્પિટલની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 26 દિવસે જન્મેલા બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા રૂપિયા 5 લાખ ખાનગી હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા. આમ છતાં, 2 માસની સારવાર બાદ પણ બાળકનું મોત નીપજ્યું હતું. આ ખાનગી હોસ્પિટલના સંચાલકોએ બીલની બાકી રકમ રૂપિયા 3.98 લાખ ભરપાઇ કર્યા પછી બાળકનો મૃતદેહ આપવાનું જણાવતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મોડી રાત્રે વારસીયાની ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાના પગલે પોલીસ પણ દોડી આવી હતી. જોકે, ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા બાળકનો મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

Tags:    

Similar News