વડોદરા: તુલસી ફાયબર નામના કારખાનાને સીલ કરવામાં આવ્યું, જુઓ કેમ તંત્ર દ્વારા કરવામાં આવી કાર્યવાહી

વડોદરા શહેરના આજવા રોડ પાણીની ટાંકી સામે સરદાર એસ્ટેટમાં ફર્નિચરનું ઉત્પાદન કરતું તુલસી ફાઇબર નામનું કારખાનું આવેલું છે

Update: 2023-04-26 09:50 GMT

વડોદરા મહાનગર સેવા સદનના ટાઉન પ્લાન વિભાગે સરદાર એસ્ટેટમાં આવેલ અને ગેરકાયદેસર બાંધકામ ધરાવતા તુલસી ફાયબર નામના કારખાનાને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વડોદરા શહેરના આજવા રોડ પાણીની ટાંકી સામે સરદાર એસ્ટેટમાં ફર્નિચરનું ઉત્પાદન કરતું તુલસી ફાઇબર નામનું કારખાનું આવેલું છે જે કારખાનાનું બાંધકામ ગેરકાયદેસર હોય તે અંગે પાલિકામાં રજૂઆત થઈ હતી રજૂઆત બાદ વહીવટી બોર્ડ દ્વારા તુલસી ફાઇબરના માલિકને નોટિસ આપી જરૂરી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તુલસી ફાઇબરના માલિકો દ્વારા નોટિસ મળ્યા બાદ પણ જરૂરી પુરાવા રજૂ નહીં કરાતા તુલસી ફાઇબરનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું પ્રસ્થાપિત થતા મંગળવારે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તુલસી ફાઇબર પર સીલ મારવાની કામગીરી કરાઈ હતી.વડોદરા શહેરના સરદાર એસ્ટેટ આજોર રોડ પાણીની ટાંકી સામે આવેલ તુલસી ફાઇબરને લઈ થયેલ રજૂઆત બાદ ટાઉન પ્લાનીએ સીલ મારવાની કામગીરી પાર પાડી હતી.

Tags:    

Similar News