વડોદરા: મિત્રોને મળી પરત ફરી રહેલા બે મિત્રો હિટ એન્ડ રનનો શિકાર બન્યા,પોલીસે શરૂ કરી તપાસ

અજાણ્યા ઇકો ગાડીના ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા વડોદરાના બે વ્યકિતને માથાના ભાગે ઈજા થતા બંનેનાં સ્થળ ઉપર જ મોત નીપજ્યા

Update: 2023-12-10 10:43 GMT

વડોદરાના ડભોઇ તાલુકાના પનસોલી નજીક ડભોઇ બોડેલી રોડ પર પાછળથી પૂરપાટ દોડી આવતા અજાણ્યા ઇકો ગાડીના ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા વડોદરાના બે વ્યકિતને માથાના ભાગે ઈજા થતા બંનેનાં સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. વડોદરાના રાવપુરા વિસ્તારમાં રહેતા જૈસિંગભાઈ ગોવિંદસિંહ ચૌહાણ અને તેમના મિત્ર વિક્રમસિંહ છત્રસિંહ વાસિયાં છોટાઉદેપુરથી બાઈક લઇ વડોદરા પોતાના ઘરે મિત્રો અને સગાં સબંધીઓને મળી ઘરે પરત ફરી રહ્યા હતા તે અરસામાં પનસોલી ગામ નજીક પાછડથી પૂરઝડપે આવતા અજાણ્યા ઇકોના ચાલકે બાઈક પર ઘરે જઈ રહેલા જૈસિંગભાઇ ચૌહાણ અને વિક્રમભાઈ વાસિયાને અડફેટે લેતાં બંને મિત્રો રોડ ઉપર ફંગોળાયા હતા અને બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થતા બંનેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે બંનેનાં મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલ લાવી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે .સાથે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ઇકો કારના ચાલકને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Tags:    

Similar News