વડોદરા: મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન મામલે ગ્રામજનોનો વિરોધ,આંદોલનની ચીમકી

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં રેતીખનનનો મુદ્દો ફરીએક વાર વિવાદમાં આવ્યો છે.

Update: 2023-01-10 09:42 GMT

વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં રેતીખનનનો મુદ્દો ફરીએક વાર વિવાદમાં આવ્યો છે. જ્યાં ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કરી પ્રાંત અધિકારીને આ અંગે રજૂઆત કરી હતી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં આડેધડ રેતી ખનન થઇ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જ્યાં પરવાનગી આપવામાં આવી નથી ત્યાં પણ નાવડી મુકીને વેક્યુમ મારફતે રેતી ખેંચવામાં આવી રહી છે. જેને લઈને નદીમાં મોટા ભૂવાનું નિર્માણ થાય છે. આ રીતે ગેરકાયદે રેતી ખનન ને કારણે આસપાસના ગ્રામજનો પણ પરેશાન થઇ ગયા છે. જયારે આ ગેરકાયદે પ્રવૃત્તિથી સરકારી તિજોરીને પણ રોયલ્ટીની આવકનું નુકશાન થઇ રહ્યું છે. આ અંગે સાવલીના રાજકીય અગ્રણી હસમુખ પટેલે અગાઉ પણ જીલ્લા તંત્રને રજૂઆત કરી હતી જોકે ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી નહિ થતા ખનીજ માફિયાઓ બેફામ થ્ય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આવ્યા હતા અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી

Tags:    

Similar News