વાલિયાઃ વાલિયા ગામની સીમની કોતરમાંથી મૃતહાલતમાં દીપડો મળી આવ્યો

Update: 2018-09-30 12:51 GMT

વેટનરી ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી દીપડાનું મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા

વાલિયા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ મચી ગયો છે. નેત્રંગ વન વિભાગના અધિકારીઓએ મૃત દીપડાનું વેટનરી ડોકટર પાસે પી.એમ કરાવી દીપડાના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા ગામની સીમની કોતરમાં દીપડો હોવાની જાણ સ્થાનિક ખેડૂતોને ગઈકાલે થઈ હતી. આ અંગેની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા નેત્રંગ વન વિભાગને ફરિયાદ કરવમાં આવી હતી. ફરિયાદના પગલે નેત્રંગ વિભાગની ટીમ અને એન.જી.ઓની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી. દીપડા મૃત હાલતમાં કોતરમાં પડેલો જોઈ એન.જી.ઓની ટીમે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તેના મૃતદેહને કોતરમાંથી બહાર કાઢયો હતો. નેત્રંગ વન વિભાગની ટીમે મૃતદેહને વેટનરી ડોકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી દીપડાનું મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તબક્કે દીપડાનું મોત કમજોરી અને અશકત હોવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Tags:    

Similar News