વાલિયાનાં કરસાડ-દેસાડને જોડતો માર્ગ બન્યો બિસ્માર, જિલ્લા પંચાયત પ્રમુખે કર્યું નિરીક્ષણ

Update: 2018-09-27 09:53 GMT

આ તબક્કે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, દિપક વાંસદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

વાલિયા તાલુકાના કરસાડ અને દેસાડ ગામને જોડતા માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. જેની જાણ જિલ્લા કક્ષા સુધી થતાં આજરોજ ભરૂચ જિલ્લા પંચયતના પ્રમુખ જશુબેન પઢિયાર ગામલોકોની મુલાકાતે પહોંચ્યા હતા. આ તબક્કે તેમણે ગામના આગેવાનોને સાથે રાખી આ રસ્તાનું નિરીક્ષણ કર્યુ હતું.

વાલિયા તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ખેર અને કરસાડના ગ્રામજનોએ કરસાડ અને દેસાડ ગામને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બીસ્માર બની ગયો છે. અને માર્ગ ઉપરના નાળા બેસી ગયા હોવાની રજૂઆત ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ જશુંબેન પઢિયાર અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરીમલસિંહ રણાને કરી હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ અને આગેવાનોએ બીસ્માર રસ્તાની મુલાકાત લીધી હતી. અને સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.

આ પ્રસંગે વાલિયા તાલુકા કોંગ્રેસ પ્રમખ રાકેશ વસાવા, ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ, કોંગ્રેસના આગેવાનો તેમજ ગામના સરપંચ સોમાભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ દીપકસિંહ વાંસદીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

Tags:    

Similar News