વલસાડ : ધરમપુર ખાતે સીકલ સેલ એનીમીયા ફોલોઅપ કેમ્પ યોજાયો

Update: 2020-02-28 04:02 GMT

સિકલ સેલ

એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા તાલુકા

હેલ્‍થ કચેરી,

ધરમપુર ખાતે સિકલ સેલના દર્દીઓ માટે સીકલ સેલ ફોલોઅપ કેમ્‍પનું આયોજન કરાયું

હતું. આ કેમ્‍પમાં ધરમપુર તાલુકાના સિકલસેલના ૨૨૫ દર્દીઓને સ્‍ટેટ હોસ્‍પિટલ-ધરમપુરના

પીડિયાટ્રીક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજીસ્‍ટ, ફીજીશીયન વિભાગના

સ્‍પેશિયાલીસ્‍ટ વિભાગના મારફતે હેલ્‍થ ચેકઅપ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

રેડક્રોસ સોસાયટીના લેબ ટેકનીશીયનો દ્વારા તમામ દર્દીઓના લોહીના નમૂના લઇ કીડની, સુગર, લીવર, ફેરીટીનના

રીપાર્ટ કરવામાં આવ્‍યા હતા. ઉક્‍ત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓને વધુ સારવારની

જરૂરિયાત જણાતાં સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે રીફર કરાયા હતા.

કાર્યક્રમમાં એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ.મનોજ પટેલ, તાલુકા પંચાયત

પ્રમુખ રમેશભાઇ પાડવી,

તાલુકા વિકાસ અધિકારી,

આર.એમ.ઓ. ડૉ.ભાગવત પટેલ,

તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ.નયન પટેલ સહિત દર્દીઓ હાજર રહયા હતા.

Tags:    

Similar News