વલસાડ : દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં : સુબ્રમણ્યમ સ્વામી

Update: 2020-03-01 11:15 GMT

દેશની આર્થિક સ્થિતિ સુધરી હોવાનો દાવો

કેન્દ્ર સરકાર કરી રહી હોય પણ તેમના જ પક્ષના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દેશની

આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું જણાવી રહયાં છે.

પોતાના વિચારો બેધડક રીતે વ્યક્ત કરવામાં

માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારના રોજ વાપીમાં યુથ ઇન એકશન સંસ્થા દ્વારા

આયોજીત મે ઓર મેરા ભારત સેમીનારમાં હાજરી આપી હતી. સેમીનારમાં વાપી, દમણ, વલસાડ અને સેલવાસના અગ્રણીઓ મોટી

સંખ્યામાં હાજર રહયાં હતાં. સેમિનારમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં  સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની આગવી શૈલીમાં ભારતના ભવ્ય ઇતિહાસ સહિત અનેક મુદ્દાઓ પર

પોતાના વિચારો રજુ કર્યા હતાં. વધુમાં તેમણે સંસ્કૃતને જ રાષ્ટ્ર ભાષા બનાવવી જોઈએ એવો વિચાર

વ્યક્ત કર્યો હતો . દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગે મીડિયાએ સવાલ કરતા તેમણે

દેશની આર્થિક

પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે નાણામંત્રી નિર્મલા

સીતારમણ અંગે પુછાયેલા સવાલને પણ કટાક્ષમાં કાઢી નાંખ્યો હતો.

Tags:    

Similar News