યુક્રેનમાં ફસાયેલા 20 હજાર ભારતીયોઃ આજે રાત્રે 256 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી પરત ફરશે વિમાન

ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે.

Update: 2022-02-22 10:58 GMT

યુક્રેન પર હુમલાના વધતા ડર વચ્ચે ભારતે યુક્રેન અને આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે. એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન આજે સવારે યુક્રેન માટે રવાના કરવામાં આવ્યું છે. ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

આ ફ્લાઇટ યુક્રેનના ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ સાથે દેશ પરત ફરશે. મળતી માહિતી મુજબ, ફ્લાઈટ આજે રાત્રે 10.15 કલાકે દેશ પરત ફરશે. દરમિયાન, યુક્રેનમાં ઉચ્ચ સ્તરીય તણાવને ધ્યાનમાં રાખીને, ભારતે વધારાની ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કિવથી દિલ્હીની વધારાની ફ્લાઈટ્સ 25 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી (બે ફ્લાઈટ્સ) અને 6 માર્ચ, 2022ના રોજ ઓપરેટ થશે.

Tags:    

Similar News