જમ્મુ –કાશ્મીર: ઉરીમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 3 આતંકવાદી ઠાર

સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

Update: 2021-09-23 14:05 GMT

જમ્મુ -કાશ્મીરમાં ઉરી નજીક રામપુર સેક્ટરમાં ગુરુવારે ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. અહીં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા છે. સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.સુરક્ષા દળોએ હથલંગાના જંગલોમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે, બાકીનાની શોધ કરવામાં આવી રહી છે. આતંકીઓ પાસેથી પાંચ AK-47 રાઈફલ, સાત પિસ્તોલ, 5 AK-47 મેગેઝીન, 24 UBGL ગ્રેનેડ, 38 ચાઈનીઝ ગ્રેનેડ, સાત પાકિસ્તાની ગ્રેનેડ અને 35000 પાકિસ્તાની ચલણ મળી આવ્યા છે.સેનાના ચિનાર કોર્પ્સ હેડક્વાર્ટરમાં મીડિયાને માહિતી આપતા જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખાની બીજી બાજુથી તાજેતરમાં ઘૂસણખોરીની પ્રવૃત્તિઓ વધી છે. જોકે વર્ષની શરૂઆતથી કોઈ ઘૂસણખોરી થઈ નથી. લેફ્ટનન્ટ જનરલ પાંડેએ કહ્યું કે આ ઘૂસણખોરીનો પ્રયાસ ગુરુવારે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને તે 18-19 સપ્ટેમ્બરના અગાઉના પ્રયાસથી અલગ છે.

Tags:    

Similar News