અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ, આંકડો 58 પર પહોંચ્યો

Update: 2020-03-29 09:01 GMT

રાજયમાં ત્રણ નવા

કેસ સાથે કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 58 પણ પહોંચી છે અને રાજયમાં અત્યાર સુધીમાં પાંચ

લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવી દીધાં છે. 

રાજયના આરોગ્ય

સચિવ ડાૅ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે,  ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ

નોંધાયાં છે. અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો. જો કે

દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ

જોવા મળ્યા હતા.અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયાછે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો.આ

ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ

જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર

સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના

મૃત્યુ નીપજયા છે. આ ઉપરાંત વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ

સારવાર પછીહવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. વધુમાં

ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661

વ્યક્તિઓ

ક્વૉરેન્ટાઈન હેઠળ છે તેમજ ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Tags:    

Similar News