આમોદઃ પ્લાસ્ટિકનાં દાણાની ફેક્ટરીમાં મોડી રાત્રે આગ, મચી અફરાતફરી

Update: 2018-09-26 04:03 GMT

ફાયર બ્રિગેડને જાણ કરાતાં 4 ફાયર ફાયટરો સાથે પહોંચેલા લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો

આમોદ નજીક આવેલી પ્લાસ્ટિકનાં દાણાની ફેક્ટરીમાં ગત રાત્રિનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ભારે દોડધામ મચી હતી. ઘટના સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં 4 જેટલાં ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મળવી લીધો હતો.

[playlist data-type="video" ids="66707"]

ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકા મથક પાસે આવેલી એક પ્લાસ્ટિકનાં દાણાની ફેક્ટરીમાં ગત રાત્રિનાં સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફરા તફરી મચી હતી. જોકે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં સ્થળ ઉપર દોડી આવેલા લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગમાં કેટલોક સામાન બળીને ખાક થઈ ગયો હતો. સદનશીબે કોઈ જાનહાની નોંધાઈ નહોતી.

 

Tags:    

Similar News