કચ્છમાં આજે વાયુ સાયકલોનની અસર,  જિલ્લાભરમાં આજે વહેલી સવારથી જ વરસાદ

Update: 2019-06-17 07:38 GMT

કચ્છમાં આજે વાયુ સાયકલોનની અસર હોય તેમ જિલ્લાભરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. ભારે ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે.

કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.જિલ્લા મથક ભુજ તેમજ માંડવી મુન્દ્રા ,લખપત ખાવડા, અંજાર, ગાંધીધામ, નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળીઓ પણ હાલક ડોલક થવા લાગી હતી તો શેરીઓ, મહોલ્લા, રસ્તાઓ પર વરસાદી પાણી વહી નીકળ્યા હતા.મેઘરાજા વરસ્યા બાદ ઠેર ઠેર કાદવ કીચડ પણ સર્જાયા હતા તો અમુક ઠેકાણે લાઈટો પણ ગુલ થઈ હતી. સાયકલોનની અસર તળે આજે ભારે વરસાદની આગાહી હોઈ જિલ્લાભરમાં વરસાદ વરસ્યો હતો.

 

Tags:    

Similar News