ગોધરા: ૩૦૬ કિમીનું સાઈકલિંગ કરી ફરજ પર હાજર થવા જઈ રહેલ અધિકારીનું ગોધરા ખાતે કરાયું ઉષ્માભર્યુ સ્વાગત

Update: 2019-12-17 13:36 GMT

માર્ગ સલામતી અને તંદુરસ્તી અંગે જાગૃતિના સંદેશા

સાથે ૩૦૬ કિમીનું સાઈકલિંગ કરી ફરજ પર હાજર થવા જઈ રહેલ અધિકારીનું ગોધરા ખાતે

ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું.

લોકોમાં માર્ગ સલામતી અને સરકારી અધિકારીઓમાં

તંદુરસ્તી અંગે જાગૃતિ લાવવાના હેતુથી દાહોદ ખાતે ફરજ બજાવતા અને હાલમાં જ

સુરેન્દ્રનગર ખાતે બદલી પામેલા એ.આર.ટી.ઓ. તાહિર દાંત્રોલિયા ૩૦૬ કિ.મી.નું

સાયકલિંગ કરીને બદલીના સ્થળે હાજર થવા રવાના થયા છે. જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર

એમ.એલ. નલવાયા, ગોધરાના મામલતદાર

એચ. પંજાબી તેમજ આર.ટી.ઓ. વિભાગના અધિકારીઓએ સાંજે ગોધરા આવી પહોંચેલા તાહિર

દાંત્રોલિયાનું સ્વાગત કર્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓમાં

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે, આઉટ઼ડોર પ્રવૃતિઓને

લોકો પોતાની જીવનશૈલીનો એક ભાગ બનાવે તેમજ માર્ગ સુરક્ષા પ્રત્યે લોકો જાગૃત થાય

તે હેતુથી સાયકલિંગ કરીને ફરજ પર હાજર થવા જવાનું અભિયાન હાથ ધર્યું છે.

તેઓ આવતીકાલે અમદાવાદ ખાતે રાત્રિ રોકાણ કરી ૧૯મીએ

સુરેન્દ્રનગર જવા માટે રવાના થશે. માર્ગમાં સરકારી કર્મીઓને પોતાના સ્વાસ્થ્ય

પ્રત્યે જાગૃત બનવાનો, કસરતને જીવનનું અંગ

બનાવવાનો તેમજ લોકો માર્ગ સલામતીના નિયમો ગંભીરતાથી અનુસરે તે માટે સંદેશો

પ્રસરાવતા જશે.    

Tags:    

Similar News