નેત્રંગનાં કાંટીપાડાની કન્યા આશ્રમની બાળાઓને વસ્ત્રોનું  વિતરણ કરીને સેવાની સુવાસ પ્રસરાવતું વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટ

Update: 2017-09-03 10:56 GMT

અંકલેશ્વર જીઆઇડીસીનાં સરદાર પાર્ક ખાતે વેપારીઓ દ્વારા કાર્યરત સેવાભાવી સંસ્થા વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટનાં યુવા સભ્યો દ્વારા છેવાડાની કન્યા આશ્રમમાં અભ્યાસ કરતી બાળાઓને વસ્ત્રોનું વિતરણ કરીને સેવાની સુવાસ પ્રસરાવી હતી.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકનાં વનદેવી કન્યા આશ્રમ શાળા કાંટીપાડા ખાતે રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઓ ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સહાય અર્થે વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે.

વનદેવી કન્યા આશ્રમમાં શાળામાં હાલમાં ધોરણ 1 થી 8 સુધીમાં 100 થી વધુ બાળાઓ અભ્યાસ કરે છે, ત્યારે વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 25મી પૂનમ તિથિ નિમિત્તે આ બાળાઓની કપડાની ઉણપને પૂર્ણ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને બાળાઓને કપડા સહિતની ચીજવસ્તુઓનું વિતરણ ઉદ્યોગ અગ્રણી અને પત્રકાર પ્રવીણ તેરૈયાનાં હસ્તે કરીને ટ્રસ્ટના સભ્યો અને યુવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જ્યારે આ સાથે બાળાઓ માટે ટ્રસ્ટના સભ્યોએ ભોજન બનાવીને પ્રીતિ ભોજન પણ બાળાઓને કરાવીને બાળાઓનાં મુખે આનંદની લહેરકી પ્રસરાવી હતી.

આ પ્રસંગે વંચિત માનવ કલ્યાણ ટ્રસ્ટના ચંદુભાઈ કણસાગરા, દેવરાજ નોર, ચંદુભાઈ ત્રાટીયા , પંકજ ગઢવી, યોગેશ નોર તેમજ સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કન્યા આશ્રમ શાળામાં અભ્યાસ કરતી બાળાઓને શિક્ષીકા પારૂલબેન ક્પલેટીયા, અજીતસિંહ કુકડીયા, ભુપેન્દ્રકુમાર પટેલ , ભાવનાબેન વસાવા દ્વારા શિસ્ત અને શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે. અને આ સેવાભાવી ટ્રસ્ટની કામગીરીને શિક્ષકોએ બિરદાવી હતી.

Tags:    

Similar News