ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો

Update: 2018-02-06 14:07 GMT

રાજ્યભરમાં માવઠાની સ્થિતિ સર્જાય છે, અને ઘણાખરા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ હવામાને રૂખ બદલતા વરસાદી માહોલ સર્જાયો છે.

ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ સાંજે પવનોનાં સુસવાટા શરુ થયા હતા, અને ઠંડીની મોસમમાં વરસાદી માહોલ છવાય ગયો હતો.ઠંડા પવનોનાં વાયરા વાતા માવઠાની ભીતિ પણ લોકોએ વ્યક્ત કરી હતી.

જિલ્લાનાં ઘણા વિસ્તારોમાં છાંટા પડયા હોવાનું જાણવા મળ્યુ છે. અને જો વધુ વરસાદ વરસશે તો ખેડૂતોને ખેતીનાં પાકમાં નુકશાનીની ભીતિ પણ સેવાઈ રહી છે.

 

 

Tags:    

Similar News