ભરૂચ : જે.પી. સાયન્સ કોલેજમાં ટયુશન સિવાયની ફી લેવાતા વિવાદ, NSUIના દેખાવો

Update: 2020-10-05 10:04 GMT

ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ટયુશન ફી સિવાય અન્ય ફી લેવાતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇના કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. પોલીસે વિરોધ કરી રહેલાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. 

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ફીનો વિવાદ ઉભો થયો છે. કોલેજમાં ટયુશન સિવાય અન્ય ફી પણ ઉઘરાવાતી હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇના કાર્યકરોએ દેખાવો યોજયાં હતાં. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, કોલેજ સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જણાવી દીધું છે કે, ચોક્કસ મુદતમાં ફી ન ભરવામાં આવે તો પ્રવેશ રદ ગણવામાં આવશે. આ ઉપરાંત  તેમજ જે વિદ્યાર્થીઓ એ ફી ભરી છે તેમાં પણ ભરેલ રકમ કરતા ઓછી રકમની ફી ની રસીદ  આપે છે તેવા પણ આરોપ લગાવાયાં છે.પોલીસે સ્થળ પર આવી વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની અટકાયત કરી હતી.

ફીના વિવાદ સંદર્ભમાં જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. નિતિન પટેલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે ફી બાબતે નિયમોનું પાલન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. 

Tags:    

Similar News