ભરૂચ ના રહિયાદ ખાતેની જી.એન.એફ.સી. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર ના મોત અન્ય શ્રમજીવીઓ સારવાર હેઠળ

Update: 2016-11-03 07:16 GMT

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના રહિયાદ ગામ ખાતે આવેલ જી.એન.એફ.સી કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ગેસ ગળતરની ઘટના બની હતી,ઝેરી ગેસની તીવ્ર અસર થતા ચાર શ્રમજીવીઓ ના કરુણ મોત નિપજ્યા હતા.જયારે 13 જેટલા કામદારો ને સારવાર હેઠળ ભરૂચ ની ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના રહિયાદ ગામ ખાતે વિશાળ જગ્યા માં પથરાયેલી જી.એન.એફ.સી માં તારીખ 3જી ની વહેલી સવારે ટી.ડી.આઈ.પ્લાન્ટ માં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ગેસ લીકેજની ઘટના બની હતી.જેમાં ઈ.ડી.આઈ.ટાર અને ફોકઝીન ગેસ ના મિક્સિંગ વખતે ગાસ્કેટ માં લીકેજ થવાથી ફરજ પર ના કામદારો ને ઝેરી ગેસ ની તીવ્ર અસર થઇ હતી.જે ઘટના માં 3 જેટલા કામદારોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા હતા જયારે 1 કામદારનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત 13 થી વધુ કામદારો ને ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।

અત્રે ઉલ્લેખનીય છે કે ગેસ ગળતર ના લાંબા સમય સુધી કંપની સતાધીસો એ કોઈ પણ સરકારી વિભાગ ને જાણ કરી ના હતી અને સ્થાનિક રહીશો એ પણ ઘટના થી અજાણ હતા. હોસ્પિટલ માં લેવામાં આવેલ ચાર ચાર મુરતદેહો એ સૌકોઈ ના રુદન માટે મજબુર કાર્ય હતા.

Tags:    

Similar News