ભરૂચ ના સંત સમાગમ સ્થાન કબીરવડ ખાતે આખરે નૌવકા વિહાર બંધ થયું.

Update: 2016-04-01 10:06 GMT

નર્મદા નદીના જળ સ્તર ઘટતા નાવડી પાણીમાં પસાર થઇ શકે તેવી પરિસ્થિતિ રહી નથી.

ભરૂચ જીલ્લા ના નર્મદા નદી કિનારે વસેલા અને ભક્તોમાં આસ્થા માટેનું સ્થાનક કબીરવડ માં આખરે નૌવકા વિહાર નદીમાં પાણી ન હોવાથી બંધ કરવાની નોબત આવી છે.

ભરૂચ જિલ્લા ના પ્રવાસન સ્થાન અને સંત સમાગમ નું પાવન સ્થળ કબીરવડ માં હજારો સહેલાણીઓ સહેલગાહે આવે છે.નર્મદા નદી માં પાણી નહોવાના કારણે મઢી થી સામે કિનારે કબીરવડ જવા માટે નૌવકા વિહાર બંધ કરવાની નોબત આવી છે.જેના કારણે શ્રદ્ધાળુ ઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.જયારે નાવિકો ની રોજીરોટી પર પણ સંકટ ના વાદળો ઘેરાયા છે.

સરદાર સરોવર ડેમ માંથી નદીમાં પાણી છોડવામાં નહિ આવતા ખળખળ વહેતા નદીના નીર સુકાય ગયા છે જેના કારણે કબીરવડના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાળો થયો હોવાનું કહેવાય રહ્યું છે.એક તરફ જ્યાં ગુજરાતમાં પ્રવાસન ને વેગવંતો બનાવવા ની યોજનાઓ બનાવવા માં આવી રહીં છે ત્યારે બીજી તરફ પ્રવાસન સ્થળોની જ હાલત દયનીય બની ગઈ છે.ઉલ્લેખનીય છે કે હવે ઉનાળુ વેકેશન શરુ થશે અને રાજાઓમાં કબીરવડમાં પ્રવાસીઓનું ઘોડા પુર ઉમટુ હોય છે ત્યારે નર્મદા નદીમાં વહેલી તકે ડેમ માંથી પાણી છેડવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.

Tags:    

Similar News