ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફર હોસ્પિટલના કેમ્પસમાં આવેલ
હોલમાં ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય
ક્ષેત્ર ખ્યાતિ મેળવનાર યુવા વર્ગને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં
મોટી સંખ્યામાં વ્હોરા પટેલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનિઓને ટ્રોફી
તેમજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સમાજના
આગેવાનો તેમજ લોકો જોડાયા હતા.