ભરૂચઃ HIV ગ્રસ્ત પરિવારના બાળકોને રિલાયન્સ કંપની દ્વારા સ્કૂલ-કીટનું વિતરણ

Update: 2018-06-13 12:28 GMT

HIVગ્રસ્ત લોકોના સંગઠનના સભ્યોના જીવનની કહાનીને વ્યક્ત કરતા પુસ્તકનું વિમોચન કરાયું

ભરૂચ જિલ્લાના એચ.આઇ.વી. ગ્રસ્ત સંગઠન સાથે સંકળાયેલા લોકોના બાળકોને રોટરી ક્લબ ખાતે રિલાયન્સ કંપની દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમમાં રિલાયન્સ કંપનીના ડો. નિલેશકુમાર, લીગલ સેલના સેક્રેટરી પી.જી. સોની, રોટરી ક્લબના પ્રમુખ પ્રશાંતભાઇ, ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન જગદીશ પરમાર, રિલાયન્સ કંપનીના હેમરાજ પટેલ, અંકુર પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના એચ.આઇ.વી. ગ્રસ્ત લોકોના સંગઠનના સભ્યોના જીવનની કહાનીને વ્યક્ત કરતું પુસ્તક ધરતીના તારલાની વણકહેલી વાતનું વિમોચન કરાયું હતું. કાર્યક્રમમાં એચ.આઇ.વી. ગ્રસ્ત સંગઠનના પરિવારના બાળકોને રિલાયલન્સ કંપની દ્વારા શૈક્ષણિક કીટ અપર્ણ કરાઇ હતી.

Tags:    

Similar News