ભરૂચમાં વિવિધ માંગણીઓ સાથે તબીબોનું ઉપવાસ આંદોલન

Update: 2017-10-02 08:30 GMT

ભરૂચમાં તબીબોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ એક દિવસીય ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કર્યુ હતુ.

ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનાં પ્રમુખ બજરંગસિંગ રાઠોડ, અને મંત્રી ડો.પ્રશાંત વસાવા દ્વારા જણાવ્યા મુજબ IMAની પડતર માંગણીનાં સંદર્ભમાં 2જી ઓક્ટોબરનાં રોજ સવારે 6 થી સાંજે 6 કલાક સુધી તબીબો તબીબી પ્રેક્ટિસથી દૂર રહીને ઉપવાસ આંદોલન પર બેસી તેઓની વિવિધ માંગણીઓનાં નિરાકરણની માંગ કરી હતી.

ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે ડોકટોરો તથા કર્મચારીઓ પરનાં હુમલાનાં કિસ્સામાં કડક કેન્દ્રીય કાયદો બનાવવા, મેડિકલ તથા કારકુનની ભુલનાં પગલે થતી ફોજદારી કાર્યવાહીનો વિરોધ , કન્ઝ્યુમર પ્રોડક્શન એક્ટ અંતર્ગત ડોકટરો દ્વારા ચૂકવવા પડતા વળતરની મહત્તમ મર્યાદા રાખવાની માંગ, PC PNDT સેન્ટર ( CEA ) તથા વેસ્ટ બંગાળનાં CEAનાં કાયદામાં જરૂરી સુધારાઓ, NMC બિલને અટકાવવું અને મેડિકલ પ્રોફેશનની સ્વતંત્રતા પર તરાપ માર્યા વગર ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટમાં જરૂરી સુધારા કરવાની માંગ તેઓએ કરી હતી.

 

Tags:    

Similar News