ભુજ : જમાતખાના પાસે જૂની અદાવતમાં એક વ્યક્તિ પર કરાયું ફાયરિંગ

Update: 2019-06-09 15:30 GMT

ભુજના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મહેંદી કોલોનીમાં ચાકી જમાતખાના પાસે જૂની અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરીંગ થતા ભારે સનસનાટી મચી ગઇ હતી.ઘટનાને પગલે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો.

ભુજમાં આજે ફરી એકવાર બે મુસ્લિમ સમાજના જૂથની જૂની અદાવતમાં ફરી એકવાર લોહી રેડાયું છે. જૂની અદાવતમાં ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જૂમા ઇસ્માઇલ હિંગોરજા પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયું છે.

મળતી વિગતો મુજબ ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જુમા ઇસ્માઇલ હિંગોરજા નામનો શખ્સ બુલેટ લઈને જમાતખાના પાસેથી પસાર થયો ત્યારે અગાઉની અદાવતમાં સંકળાયેલા ઇસ્માઇલ ઉર્ફે લડડુ તારમામદ ચાકીએ વાઈટ સ્કોર્પિયોમાં આવીને બોલાચાલી કરી હતી જે દરમિયાન મામલો બીચકતા લડ્ડુએ બંદૂક વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઇસ્માઇલ ઉર્ફે ગગુને ડાબા ખભા અને છાતીમાં તેમજ સાથળના ભાગે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.ઘાયલ યુવાનનું ડીડી લેવામાં આવ્યું છે. ઇજા પામનાર યુવાને 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જો કે ઘટનાસ્થળે માત્ર ઇસ્માઇલ હિંગોરજા જ હતો. ઘટનાના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઘાયલને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વિધિવત્ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News