રાજકોટ : જાણો વિનય શાહ કૌભાંડના સરધારના એજન્ટે ગામ લોકોના કેટલા રૂપિયા ડૂબ્યા હોવાનું જણાવ્યું

Update: 2018-11-17 15:38 GMT

અમદાવાદ ખાતે 260 કરોડનું કૌભાંડ કરનાર વિનય શાહનું રાજકોટ કનેક્શન સામે આવ્યું હતું. સરધાર ગામના એજન્ટ મગન રૈયાણી મારફત 200 જેટલા લોકોએ દોઢથી બે કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ગામ લોકો જેને એજન્ટ ગણાવતા હતા. તે મગનભાઈ રૈયાણી આજે મિડિયા સમક્ષ આવ્યા હતા. અને પોતે એજન્ટ હોવાનો ઈન્કાર કર્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" data-size="full" ids="73117,73118,73119"]

મગનભાઈએ પોતે પણ એકના ડબલની લાલચનો ભોગ બની દોઢ લાખ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ શહેરના આજીડેમ પોલીસ મથકમાં 8 લોકો સાથે મળી વિનય શાહ વિરુદ્ધ અરજી કરી છે. વધુમાં મગનભાઈએ જણાવ્યું હતું કે, હું કોઇ એજન્ટ નથી. મને રૂપિયા મળતા અન્ય 8 લોકો મારા મારફત આ સ્કીમમાં જોડાયા હતા. બાદમાં કોની હેઠળ કેટલા લોકો જોડાયા તેની મને ખબર નથી. ગામ લોકોએ 1.5 થી 2 કરોડ ગુમાવ્યા હોવાની વાતને ખોટી ગણાવતા તેમણે કહ્યું હતું કે ગામલોકોના માત્ર 35 લાખ જ ડૂબ્યા છે. જે પૈકી પણ કેટલાક લોકોની અમુક રકમ પરત મળી ગઈ હતી. સૌએ રૂપિયા ડબલ કરવાની લાલચે રૂપિયા રોક્યા હતા.

Tags:    

Similar News