રાજકોટઃ યુવતીનું અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર, 9 શખ્સોની થઈ ધરપકડ

Update: 2018-07-02 11:12 GMT

એકાંતમાં બેઠેલા યુવક યુવતીને 9 શખ્સોએ વીડિયો વાયરલ કરવાનું કહી ધમકાવ્યા હતા

રાજયમાં બળાત્કારની ઘટનાઓ સતત વઘતી જાય છે. ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામે એક યુવક અને યુવતી એકાંતમાં બેઠા હતા. કેટલાંક અસામાજીક તત્વોએ બન્નેને ધમકાવવા લાગ્યા હતા. નવ જેટલા શખ્સોએ યુવક અને યુવતીનો વિડીયો વાઇરલ કરવાની પણ ધમકી આપી. બાદમાં યુવતીને એક હોટેલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. અન્ય શખ્સોએ યુવકને મારમારીને લુંટી લેવામાં આવ્યો હતો. સમાગ્ર મામલે હાલ માં પોલીસે ૯ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટમાં જેતપુરના જેતલસર પુલ નીચે યુવક અને યુવતી એકાન્તમાં બેઠા હતા. ત્યારે નવ જેટલા અસામાજીક તત્વો દ્વારા કેમ એકાંતમા બેઠા છો? તમારો વિડીયો ઉતારી લેશું તેમ કહી યુવક યુવતીને ધમકાવ્યા હતા. બાદમાં મુખ્ય આરોપી બ્રીજરાજસિહં જાડેજાએ યુવતીનું અપહરણ કર્યુ હતું. તેને વ્રજ હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીના વીડિયો પણ ઉતારી લેવામાં આવ્યા હતા. બાદમાં જો કોઇને કહેશે તો આ વીડિયો વાઇરલ કરી દેશું તેવી ધમકીઓ પણ આપી હતી.

મુખ્ય આરોપી બ્રીજરાજ તેમજ અન્ય સાથીઓએ યુવકને લુંટી લીઘો હતો. તેના એટીએમમાંથી પૈસા પણ ઉપાડી લીઘા હતા. બાદમાં તેને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલાની ગંભીરતા જોઈને જીલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

આ સંદર્ભે જીલ્લા પોલીસ વડા અંત્રીપ સુદે જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને નવ લોકો વિરુધ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી કાયદેસરની

કાયૅવાહી હાથ ધરી છે. વ્રજ હોટેલના સંચાલકની પણ પોલીસે વઘુ પુછપરછ હાથ ધરી છે. કેમકે ઓળખકાડૅ વિના હોટેલના મેનેજર દ્વારા કઇ રીતે રુમ ભાડે આપ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News