રાજકોટમાં ભાઈબીજના દિવસે મહિલાઓ કરી શકશે બીઆરટીએસમાં મફતમાં મુસાફરી : મેયર

Update: 2019-10-26 14:32 GMT

હાલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારની ઝાકમઝોળ જોવા મળી રહી છે.

દિવાળીના એક પછી એક તહેવારો આવી રહ્યા છે. ત્યારે આગામી મંગળવારે ભાઈ બીજીનો

તહેવાર છે.આ

દિવસે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા  મહિલાઓને  એક અનોખી ભેટ અપાઇ છે  આ દિવસે રાજકોટ માં મહિલાઓ બિલકુલ

ફ્રી માં મુસાફરી કરી શકશે.

બીઆરટીએસ

બસમાં મહિલાઓને ટિકિટ નહીં લેવી પડે ભાઈબીજ ના તહેવારો નું અનેરુ મહત્વ હોય છે.

ત્યારે આ અંગે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ

અંગે મેયરે જણાવ્યું હતું કે ભાઈ બહેનના પવિત્ર દિવસે બહેનો બહાર જતી આવતી હોય છે.ત્યારે

બહેનોને કોઈ ટિકિટ ન લેવી પડે એટલા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે વધુમાં તેમણે

કહ્યું હતું કે મહિલાઓ દિવસ દરમિયાન અનેક વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

Tags:    

Similar News