લક્ઝરી બસમાંથી રૂપિયા ૧,૫૧,૫૦૦ની મતાની ચોરીની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ

Update: 2019-02-11 15:23 GMT

ગત તારીખ પંદર જાન્યુઆરીના રોજ મહારાજા ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા સુગનકવર સંપતસિંહ હિરસિંહ ભાટી રાજસ્થાનના જોધપુર જતા હતા. તે દરમિયાન લક્ઝરી બસમાંથી તેણીના રૂપિયા ૧,૫૧,૫૦૦ના સોના ચાંદીના દાગીના લક્ઝરી બસમાં મુકેલ બેગમાંથી કોઈ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ સુગનકવર સંપતસિંહ હીરસિંહ હાલ રહે. પૂના ધાયરી ગામ, સુર્ય ગંગા સોસાયટી તા. હવેલી જિ. પુના મહારાષ્ટ્ર મૂળ રહે. માડપૂરિયા ગામ તા. રોહટ જિ. પાલ્લી રાજસ્થાનનાઓ એક માસ ઉપર ગત તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ મહારાજા ટ્રાવેલ્સની લકઝરી બસમાં બેસી રાજસ્થાનના જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં જવા પુનાથી જોધપુર જઈ રહ્યા હતા. ત્યારે લક્ઝરી બસ કરજણ પાસે રાત્રીના જૂની શિવશક્તિ હોટલ પર જમવા માટે રોકાઈ હતી.

ત્યારે સુગનકવર પોતાની બેગ સીટ પર મૂકી બાથરૂમ ગયેલાં અને બાથરૂમ જઈ સુગરકવર બસમાં આવતા તેઓએ મુકેલી બેગ જેમાં મુકેલ સોનાની કંઠી નંગ એક બે તોલાની કિંમત રૂપિયા ૪૦,૦૦૦, સોનાના ઝુમર નંગ ૨ બે તોલાના કિંમત રૂપિયા ૪૦,૦૦૦, સોનાની માથાની રાખડી નંગ એક એક તોલાની કિંમત રૂપિયા ૨૦,૦૦૦, સોનાની હાથની અંગૂઠી નંગ એક અડધા તોલાની કિંમત રૂપિયા ૮,૦૦૦, ચાંદીના છડા નંગ બે ૩૦૦ ગ્રામના કિંમત રૂપિયા ૯,૦૦૦, ચાંદીના અંગૂઠા નંગ બે ૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧,૦૦૦, રોકડા રૂપિયા ૩૩,૫૦૦, ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, એ ટી એમ કાર્ડ, બેંક પાસબુક, ચેકબુક સહિત કુલ મળી રૂપિયા ૧,૫૧,૫૦૦ની મતાની ચોરી થઇ જતા સુગનવરે કરજણ પોલીસ મથકમાં મહારાજા લક્ઝરી બસના ચાર ચાલકો તથા એક કંડકટર જેઓના નામ સરનામાની ખબર નથી. તેઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

Tags:    

Similar News