૪ યુવકોએ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓને ચપ્પુ અને બંદૂકની અણીએ બાનમાં લઇ લૂંટ ચલાવી
વલસાડના રોલા ગામે આવેલા પેટ્રોલ પંપ ઉપર વહેલી પરોઢિયે બાઇક ઉપર ગ્રાહકના સ્વાંગમાં આવેલ ૪ યુવકોએ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓને ચપ્પુ અને બંદૂકની અણીએ બાનમાં લઇ લૂંટ ચલાવી ફરાર થયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે,હજી ગઈ કાલે જ સંઘ પ્રદેશ સેલવાસના વાસોનામાં આજ રીતે બાઇક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સોએ પેટ્રોલપંપના કર્મચારીને બંધક બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો પણ કર્મચારીએ પ્રતિકાર કરતા ચપ્પુના ઘા મારીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. તો આજે વલસાડમાં બનેલી ઘટનામાં પણ આજ ટોળકીનો હાથ હોવાનો શંકા શેવાઈ રહી છે.