સાબરકાંઠા : પ્રાંતિજના ડેપોમાંથી લીધેલ ડાંગરનું બિયારણ નિકળ્યું ભેળસેળયુક્ત, જુઓ પછી ખેડૂતોએ શું કર્યું..!

Update: 2020-09-15 06:57 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર અને બાલીસણા ગામે 200 વીઘાથી પણ વધુ ડાંગરનું વાવેતર કરતા ધરતીપુત્રોએ લીધેલ ડાંગરનું બિયારણ ભેળસેળયુક્ત નિકળ્યું હતું, ત્યારે હાલ તો ડાંગરની ખેતી અંગે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

પ્રાંતિજ ખાતે આવેલ સરદાર જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રમાંથી પ્રાંતિજના પલ્લાચર અને બાલીસણા ગામના ડાંગર પકવતા ખેડૂતો દ્વારા સરદાર કંપનીના માર્કાવાળુ વિશ્વાસપાત્ર બિયારણ લેવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં 200 વીઘાથી પણ વધુની જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ છે. જોકે સરદાર ડેપોમાંથી લીધેલ સરદાર કંપનીનું ડાંગરનું બિયારણ ભેળસેળયુક્ત જણાઇ આવતા ખેડૂતોએ સરદાર ડેપોમાં રજૂઆત કરી હતી. પરંતુ ડેપો દ્વારા ખેડૂતોને આ બાબતે કોઇ જ આશ્વાસન આપવામાં આવ્યુ ન હતું.

પ્રાંતિજના ખેડૂતોની મહેનત અને દેખરેખ બાદ ડાંગરનો પાક ખેતરમાં તૈયાર થતા પાકમાં લાલ અને સફેદ દાણા દેખાતા ખેડૂતોમે છેતરાયા હોવાનો અહેસાસ થયો છે. જોકે મીક્ષ બિયારણ હોવાથી પોષણ ભાવને લઈને ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખેડૂતો દ્વારા સમગ્ર મામલે સરદાર ડેપો ખાતે રજૂઆત કરવામાં આવી છે. જોકે હવે કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર કે, પછી માર્કેટ ભાવે બિયારણ આપવામાં આવશે તે હવે જોવું રહ્યું, ત્યારે હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Tags:    

Similar News