સાવરકુંડલાના દરબારગઢમાં સીટી સર્વે કચેરી જર્જરીત

Update: 2019-06-16 06:40 GMT

સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવે છે પણ વિકાસની વાસ્તવિકતા જોવી હોય તો અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એકદમ જર્જરીત સીટી સર્વે કચેરી છે કે જયાં સીટી સર્વે કચેરીના અધિકારીથી લઈને કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરે છે. ચોમાસામાં આ જર્જરીત સિટી સર્વે કચેરીના પોપડા ઉપરથી નીચે પડે છે તો સરકારી સાહિત્ય સાચવવા માટેના ઓરડાના નળિયા તૂટી ગયા છે ને સરકારનો વિકાસ ચાડી ખાઈ રહ્યો છે.

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરનો દરબારગઢ.આ દરબારગઢમાં એક સમયે સાવરકુંડલા શહેરની તમામ સરકારી કચેરીઓ એકજ દરબારગઢમાં બેસતી હતી ન્યાય કોર્ટ, મામલતદાર કચેરી, ટેલિફોન એક્સચેન્જ કચેરી, સરકારી તિજોરી કચેરી સહિતની કચેરીઓ આ દરબાર ગઢમાં બેસતી પણ સરકાર દ્વારા વિકાસ થતો ગયો ને સરકારી કચેરીઓના સ્થળાંતરો થઈ ગયા છે. પણ છેલ્લા 26 વર્ષથી આ દરબારગઢમાં બેસતી સિટી સર્વે કચેરીની હાલત બિસ્માર બની ગઈ છે. આગળના છત માંથી પોપડા નીચે ખરે છે. સિટી સર્વેના કર્મીઓ ભયના ઓથાર તળે નોકરી કરી રહ્યા છે તો જે સરકારી મહત્વના ગણાતા સિટી સર્વેના દસ્તાવેજ કાગળો રાખવામાં આવેલ રૂમના નળિયા સાવ તુટી ગયા છે ઉપરથી પાણી પડી રહયું છે કાગળો પલળી જવાની મોટી સમસ્યા છે તો સરકારી કચેરીએ કામ અર્થે આવતા અરજદારો પણ આ સરકારી કચેરીમાં આવીને ડર અનુભવે છે.

એક સમયે આ દરબાર ગઢ સાવરકુંડલાની શાન ગણાતો હતો ને સમયાંતરે કોર્ટ, મામલતદાર કચેરી,પોલીસ મથક સહિતની કચેરીઓ સ્થળાંતર કરી ચુકી છે પણ આ સીટી સર્વે કચેરી હજુ પણ ભયના ઓથાર તળે જર્જરીત થયેલા દરબાર ગઢમાં કાર્યરત છે. ત્યારે સરકાર દ્વારા આ કચેરીનું આધુનિકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. પણ આજ સીટી સર્વે કચેરીના અધિકારી પણ જર્જરીત કચેરીનો સ્વીકાર કરી રહ્યા છે. લેખિત મૌખિક રજૂઆતો ઉપર લેવલે કરવામાં આવી છે. 1993 થી અહીં આર એન્ડ બી નો સ્ટોર રૂમ પણ છે જેમાં સરકારી રેકોર્ડ પણ સાચવવું મુશ્કેલ હોવાનું સ્વીકાર અધિકારી કરી રહ્યા છે. તો સરકાર દ્વારા રીનોવેશન અથવા સ્થળાંતર કરવામાં આવે તેવી વાત પણ અધિકારી કરી રહ્યા છે.

Tags:    

Similar News